એક બાઇક ચાલકને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર અને બીજાને મોરબી ખસેડાયો હળવદ: આજે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામ નજીક બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને બાઇક ચાલકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે એકને મોરબી અને બીજાને સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના ઘનશ્યામ ગઢ ગામ નજીક વળાંકમાં બે બાઇક સામસામે અથડાયા હતા જેમાં બંને બાઇકચાલક ને ઇજા પહોંચી હતી જેથી સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ઈજાગ્રસ્ત જયંતીભાઈ પ્રેમજીભાઈ ગોપાણી ઉંમર વર્ષ 55 રહે ઘનશ્યામગઢ ને વધુ સારવાર માટે મોરબી રિફર કર્યા છે જ્યારે અંકિત ભાઈ ધનજીભાઈ ઉમર વર્ષ 25 રહે ઘનશ્યામ ગઢ ને સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. હળવદ નજીક બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો આજે હળવદ નજીક ઘનશ્યામ ગઢ રોડ પર આવેલ મકારી હનુમાનજી ના મંદિર પાસે બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના પગલે લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે સદ્નસીબે બંને ડમ્પરના ડ્રાઈવરને કોઈ ઈજા નહીં થયાનું જાણવા મળ્યું છે.