હળવદ પોલીસે નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજાય તે માટે અત્યાર સુધીમાં 200 જેટલા લોકો સામે અટકાયતી પગલાં ભર્યા હળવદ : હળવદ તાલુકામાં આગામી 28 ફ્રેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજનાર છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટેની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.સાથેસાથે હળવદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિષ્પક્ષ અને ભયમુક્ત એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે હળવદ પોલીસે અસામાજીકો સામે અટકાયતી પગલાં લીધા હતા.જેમાં અત્યાર સુધીમાં 200 જેટલા લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. હળવદમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે યોજનાર સામાન્ય ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો જ બાકી છે.ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકદમ સુલેહ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે હળવદ પોલીસ દ્વારા અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.આ બાબતે હળવદ પોલીસ મથકના પીઆઇ દેકાવડિયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે અત્યાર સુધીમાં 200 જેટલા લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.તેમજ આગામી સમયમાં વધુ 50 જેટલા લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.