ધ્રુવનગર ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, પૂર્વ મંત્રીની હાજરીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડા ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રાજવી પરિવારના ધ્રુવકુમાર સિંહજી જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયા, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ મગનભાઈ વડવિયા ,મોરબી ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા તથા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ધ્રુવકુમારસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ટંકારા તાલુકાના નાના ખીજડીયા, મોટા ખીજડીયા ,અમરાપર ,હિરાપર, હડમતીયા, હરબટીયાળી, હરીપર, કલ્યાણપર, ઘુનડા, પ્રભુનગર, નેકનામ વિરવાવ વિગેરે ગામના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયેલ. વીરવાવ સરપંચ કિશોરસિંહ જાડેજા, નેકનામ મહિલા સરપંચ ,ઉપસરપંચ માંધાતાસિંહ, અમરાપર સહકારી મંડળીના પ્રમુખ અયુબ બાદી નાના રામપર સહકારી મંડળીના પ્રમુખ વનરાજસિંહ જાડેજા, ટંકારાના કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના નિલેશ પટણી સહિત અને કાર્યકરોને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા ,જયંતીભાઈ કવાડીયા, બ્રિજેશભાઈ મેરજા તથા ભાજપ સંગઠનના આગેવાનોએ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સન્માન કરી પ્રવેશ આપેલ. કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાનું સ્વાગત ધર્મરાજસિંહ જાડેજા દ્વારા કરાયેલ. આભાર વિધિ માર્કેટિંગ યાર્ડ મોરબીના વાઇસ ચેરમેન ભવનભાઈ ભાગ્યા દ્વારા કરાયેલ હતી.