કાર ચાલકે ટ્રેક્ટર ચાલક સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હળવદ : હળવદ નજીક ટ્રેક્ટરે કારને હડફેટે લેતા કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે કાર ચાલકે ટ્રેક્ટર ચાલક સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે ટ્રેકટર ચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કેવલભાઈ કિરીટકુમાર પટેલ (ઉ.વ.૨૮, ધંધો.પ્રા.નોકરી, રહે.રતનપર રામેશ્વર મંદીર પાછળ વિશ્વકુંજ સોસાયટી સામે ચાર માહીર પાર્ક તા-વઢવાણ) એ આરોપી ટ્રેકટર નંબર જી.જે.૧૩એન ૭૭૦૮ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪ ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના સુમારે ઘનશ્યામગઢ જુના અમરાપર રોડ બજરંગ એન્ટર પ્રાઈઝની બાજુમા આરોપીએ પોતાના હવાલા વાળુ ટ્રેકટર નંબર-જી.જે.૧૩.એન.૭૭૦૮ વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આઈ ૧૦ ગાડી નંબર-જી.જે.૦૩.ઈએલ.૦૬૬૨ વાળી સાથે સામેથી આવી ભટકાડીને ફરીયાદીને શરીરે નાની મોટી ઈજાઓ કરી તથા સાહેદ અંશોયાબેનને શરીરે ગંભીર ઈજાઓ કરી તથા સાહેદ જીગ્નેશભાઈને છાતીમા પાસળીના ભાગે ફેકચર તથા શરીરે નાની મોટી ઈજાઓ કરી તથા સાહેદ ભાનુબેનને ડાબા પગે ફેકચર તથા શરીરેનાી મોટી ઈજાઓ પહોંચાડી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.