મોરબી : મોરબીમાં વસંત પંચમીના દિવસે સ્વામી નારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં 195મી શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે ભગવાન સહજાનંદ સ્વામીના કરકમલથી લખાયેલ ગ્રંથ શિક્ષાપત્રીનાં પાઠ, પુજન અને આરતી કરવામાં આવી હતી. જેમાં ગુરુકુલના સર્વે સંતો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં ગુરુકુલના ભૂલકાઓએ મનવાંચીત ફળ આપનાર શિક્ષાપત્રી પર વક્તવ્ય આપેલ હતું. જનમંગલના 108 મંત્રોથી અને પુષ્પપાખંડીઓથી પુજન કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં સંસ્થાના સંચલાક જ્ઞાનજીવનદાસ સ્વામીએ 'શિક્ષાપત્રીએ માનવજીવનની સુખપત્રી છે' એ સૂત્રને અનુસરવા અનુરોધ કર્યો હતો.