એ ડિવિઝન પોલીસે રહેણાંકમાં દરોડો પાડી મોંઘી શરાબની બોટલો કબજે કરી મોરબી : ચૂંટણી ટાઈમે મતદારોને રીઝવવા દારૂની રેલમછેલ થતી હોય છે ત્યારે પોલીસ પણ દારૂની બદી નાબૂદ કરવા મેદાને પડી હોય ગઈકાલે રાત્રે મોરબીના વજેપરમાં દરોડો પાડી એ ડિવિઝન પોલીસ ટીમે મોંઘીદાટ ગણાતી બ્લેન્ડર, એન્ટિકવિટી અને જ્હોની વોકર રેડલેબલ સ્કોચ શરાબની ૨૭બોટલ કબજે કરી એક આરોપીને ઝડપી લીધો હતો. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી રાધીકા ભારાઇ સાહેબના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે પો.કોન્સ. ભરતભાઇ હુંબલને ખાનગીરાહે બાતમી મળેલ કે વજેપર શેરી નંબર-૪માં રહેતા અરવિંદભાઈ દાદુભાઈ ગઢવી પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા અરવિંદભાઇ દાદુભાઇ ગઢવીના કબ્જામાંથી (૧)જોહની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ-૧૨, કિ.રૂ.૧૯૦૮૦ (ર) બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કી બોટલ નંગ.૮ ની કિ.રૂ.૬૮૦૦ તથા (૩) એન્ટીકવિટી પ્લેટીનિયમ બોટલ નંગ.૩ મળી કુલ બોટલો નંગ-૨૭ કી.રૂ.૩૧,૮૩૦નો મુદામાલ કબજે કરી આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સપેકટર બી. પી.સોનારા, પીએસઆઇ વી.જી. જેઠવા, પો. હેડ કોન્સ પ્રફુલભાઇ પરમાર, કિશોરભાઇ મિયાત્રા, મનસુખભાઇ દેગામડીયા, પો.કોન્સ.ભાનુભાઈ બાલસરા,ચકુભાઈ કરોતરા, ભરતભાઇ હુંબલ, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ રાઉમા, સંજયભાઇ બાલાસરા તથા સમરતસિંહ ઝાલા વગેરેએ કરી હતી.