મતદાન બાદ સામગ્રી સોંપવામાં વિલંબ થવાની શકયતાને ધ્યાને રાખી ચૂંટણી પંચનો નિર્ણય મોરબી : રાજપની ૬ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવા અંગે આયોગના તા.૨૩-૧-૨૧ના રોજ કાર્યક્રમ જાહેર કરેલ છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફ૨જ પ૨ના કર્મચારીઓ મતદાન પૂરું થયા બાદ રીસિવિંગ સેન્ટર ઉપર મોડી રાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી પ૨ત સોપવા માટે પહોચતા હોય છે. સાંપ્રત કોવિડ-૧૯ મહામારીની પરિસ્થિતિમાં કેટલાક કિસ્સામાં મતદાન ટુકડીઓને તબકકાવાર રીસિવિંગ સેન્ટર પર પહોંચતાં વિલંબ થવા પણ સંભવ છે. આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજ પરના પ્રમાણમાં લાંબા સમયગાળાને અને તેઓએ મતદાનના બીજા દિવસે તેમની કચેરીમાં હાજરી આપવામાં મુશ્કેલી રહે તે બાબત ધ્યાને લઈ મતદાનના બીજા દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ જો તેનોની મૂળ કચેરીએ હાજર ન રહી શકે તો આ દિવસને ફરજ પરની હાજરી ગણવાની રહેશે અને તેઓએ તેમની મૂળ કયેરી ખાતે હાજર થવાનું રહેશે નહીં. તે મુજબ રાજય ચૂંટણી આયોગે નિર્ણય લીધેલ છે. જ્યાં પુન: મતદાન યોજાય તેવા કિસ્સામાં પણ આ જ સૂચનાઓ લાગુ પડશે. આ સમયગાળા માટે કોઈ વધારાનું ભથ્થુ આકારી શકાશે નહી.