મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહિલાઓને મદદરૂપ થવા શહેરમાં અલગ-અલગ સ્થળે સૂચન પેટી મૂકવામાં આવી છે. નારીશક્તિની રક્ષા માટે અને લવ જીહાદ જેવા કૃત્યોનો શિકાર બનતી બહેન-દીકરીઓ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મોરબીના જાહેર સ્થળો ઉપર સૂચન પેટીઓ મુકવામાં આવી છે જેમાં 1-કુબેરનાથ મહાદેવ મંદિર ગ્રીન ચોક, 2-ધક્કાવાળી મેલડી માં મંદિર સ્ટેશન રોડ ઉપર આ સૂચનપેટીના માધ્યમથી હિન્દુ સમાજની બહેન દીકરીઓને વિધર્મીઓ દ્વારા જે કોઈપણ પીળા કે મુશ્કેલી હશે તેની માહિતી કે ફરિયાદ આ સૂચન પેટીમાં નાખવા અનુરોધ કરાયો છે. આવી ફરિયાદ મળ્યે સમસ્યાનું સમાધાન કરવાના તમામ પ્રયત્નો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવશે જે કોઈપણ બહેન દીકરી સૂચન પેટીમાં લખાણ મૂકે છે તેની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે તેમ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી નગરમંત્રી કમલભાઈ દવે અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી નગર પ્રમુખ કમલેશભાઈ બોરીચાની યાદીમાં જણાવાયું છે.