બન્ને ઇજાગ્રસ્તોને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા માળીયા : માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે જૂની અદાવતનો ખાર રાખીને બે ભાઈઓ ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે.આ બન્ને ઇજાગ્રસ્તોને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.આ બનાવ અંગે માળીયા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ મારામારીના બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના કાજરડા ગામે રહેતા હનીફભાઈ અબ્બાસભાઈ ભટ્ટી (ઉ.વ.20) અને કાસમભાઈ અબ્બાસભાઈ ભટ્ટી (ઉ.વ.17) નામના બે ભાઈઓને મારમારીમાં ઇજા થઇ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર કોઈ જૂની અદાવતનો ખાર રાખીને કેટલાક શખ્સોએ લાકડી અને છરી વડે આ બન્ને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો.જેમાં બન્ને ભાઈઓ ઘાયલ થતા બન્નેને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.આ બનાવની ફરિયાદ નોંધવા માળીયા પોલીસની ટીમ રાજકોટ હોસ્પિટલમાં દોડી ગઈ હોવાનું જાણવા મળે છે.