મોરબી : વાંકાનેરમાં પોલીસે ગઈકાલે બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને દબોચી લીધા હતા. જ્યારે મોરબીમાં પણ પોલીસે વિદેશી દારૂની બોટલો લઈને નીકળેલા એક આરોપીને ઝડપી લીધો હતો. આમ, પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે આંણદપર ગામના બોર્ડ રોડ ઉપર ઢુવા ચોકી વાંકાનેર પાસે GJ-03-LJ-3401 નંબરના બાઈક ઉપર વિદેશી દારૂની બોટલો લઈને નીકળેલા બે આરોપીઓ ઠાકરસીભાઇ ગોરધનભાઇ ગોહીલ (ઉ.વ-૨૬ ધંધો-મજુરી રહે-સરતાનપર ગામ તા-વાંકાનેર) અને રવીભાઇ અરવીંદભાઇ કટકીયા (ઉ.વ-૨૧ ધંધો-મજુરી રહે-સરતાનગામ તા-વાંકાનેર) ને ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૦૪ જેની કિ.રૂ.૧૫૦૦ તથા બાઈક મળી કુલ રૂ.૩૧,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બીજા બનાવમાં મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના લાતીપ્લોટ શેરીનં.૬ ના નાકે ઈંગ્લીશ દારૂની બોટલ લઈને નીકળેલા આરોપી અસલમભાઇ મયુદીનભાઇ કટીયા (ઉ.વ.૨૮ રહે.મોરબી વીશીપરા મદીના સોસાયટી મેઇન રોડ) ને વિદેશી દારૂની શીલ બંધ બોટલ નંગ-૧ કિ.રૂ.૩૦૦ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.