મોરબી : મોરબીના ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા આગામી તા. 19ના રોજ શુક્રવારે સવારે 7થી 10 વાગ્યા સુધી શ્રીજી હોલ, શનાળા રોડ, માર્કેટીંગ યાર્ડ પાસે, મોરબી ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વામી નારાયણ સંપ્રદાયના ધ્યાનીસ્વામીની પ્રેરણાથી તથા શાસ્ત્રી સ્વામી સત્સંગભૂષણદાસ સ્વામી તેમજ પુરાણી સ્વામી ન્યાલકરણદાસ સ્વામી સંત મંડળ સાથે પધારી દિવ્ય શાકોત્સવ પ્રસંગે દર્શન તથા આર્શીવચનનો લાભ આપશે. આ પ્રસંગમાં હરિભક્તોએ પરિવાર સહિત પધારવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.