દિગ્વિજયનગરમાં રોડ પ્રશ્ને મતદાન બહિષ્કારની ચિમકી (કેતન ભટ્ટી) વાંકાનેર : શહેર નાં વોર્ડ નંબર 6 એવા દિગ્વિજય નગર વિસ્તારમાં જો રોડ બનાવવામાં નહીં આવે તો આગામી નગર પાલિકા ચૂટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે બહેનોએ સુત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. દિગ્વિજય નગર (પેડક) વિસ્તારમાં અમુક શેરીઓમાં જ સિમેન્ટ રોડનું કામ કરાયું છે, જ્યારે મુખ્ય શેરીઓમાં લાંબા સમયથી સિમેન્ટ રોડનું કામ બાકી હોય આજરોજ ઓમકારેશ્વર મંદિર ખાતે આ વિસ્તારની મહિલાઓ એકત્રિત થઈ હતી અને ' પહેલા રોડ પછી મત' નાં નારા લગાવ્યા હતા, અને વાંકાનેર નગર પાલિકા દ્વારા લાંબા સમયથી અમારી શેરીઓમાં રોડ બનાવવામાં આવતો નહીં હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો આથી હવે અમારી ધીરજ ખૂટી છે અને જો અમારી શેરીઓમાં રોડ નહીં તો આગામી નગર પાલિકા ચુંટણીમાં તમામ બહેનો મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી હતી આ વિસ્તારની બહેનોની લેખિત માં સહી લઈ જો રોડ નહીં થાય તો મતદાન બહિષ્કાર ની ચિમકી આપી હતી, વાંકાનેર શહેરમાં આ ચુંટણી અન્વયે શહેરીજનોને દ્વારા આવો પ્રથમવાર વિરોધ થયો હોય ગરમાવો ફેલાવા પામ્યો હતો.