ઝડપાયેલાં તમામ છ આરોપીઓને જેલહવાલે કરાયા મોરબી : મોરબી નગર પાલિકાની ચૂંટણીના વેરઝેરમાં સોમવારે કોંગ્રેસ અગ્રણીના ઘર ઉપર ઘાતક હથિયારો સાથે હુમલો કરનાર છ આરોપીઓને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે રિમાન્ડ ના મંજુર કર્યા હતા જેથી તમામ છ આરોપીને જેલ હવાલે કરાયા છે. મોરબીના તાલુકા સેવા સદનમાં સોમવારે ભાજપના વોર્ડ નંબર-૧ના ઉમેદવાર અને કોંગી અગ્રણી વચ્ચે થયેલા ઝઘડામાં સાંજના સમયે ભાજપ ઉમેદવારના ભત્રીજા સહિતના ઈસમોએ કોંગ્રેસ અગ્રણી કનુભાઈ લાડવાના ઘર ઉપર હુમલો કરતા આ હુમલામાં કનુભાઈ અને તેમના ભાઈ હરિભાઈને ઇજાઓ પહોંચી હતી અને ભાજપના ઉમેદવારના ભત્રીજા સહિત આઠ સામે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન આ કેસમાં પોલીસે દેવાભાઈ અવાડીયાના ભત્રીજા વિપુલ અવાડીયા, રફીક જામ, ઇમરાન જેડા સહિતના ઇસમોને ઝડપી લઈ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં તજુ કરતા કોર્ટે રિમાન્ડ ના મંજુર કરતા છ'યે આરોપીઓ જેલ હવાલે કરાયા છે.