મોરબી : રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ અંગે નિધી સમર્પણ તથા લોકસંપર્ક અભિયાન હાલ સમગ્ર મોરબી જીલ્લામાં જોરશોરથી કાર્યરત છે ત્યારે તારીખ 21/2 ને રવિવારના દિવસે આ અભિયાનમાં સમાજમાં રહેતા રામભક્તો એક દિવસનું સમયદાન કરી બાકી રહેતો લોકસંપર્ક પૂર્ણ કરવા અંગે આયોજકો અપીલ કરી રહ્યા છે. સમાજમાં રહેતાં કોઈપણ વર્ગના રામભક્ત ભાઈઓ બહેનોએ પોતાનો એક દિવસ પ્રભુ રામના કામ માટે સમર્પણ કરવાનો લ્હાવો લેવા જેવો છે. જે રામભક્તો આ અભિયાનમાં પોતાનો 1 દિવસ આપવા ઈચ્છતા હોય તેઓએ તારીખ 20/2 શનિવાર સુધીમાં રામજન્મભૂમી તીર્થ ક્ષેત્રના કાર્યકર્તાઓ જયદિપભાઈ કંઝારીયા 9825222939 જસ્મીનભાઈ હિંસુ 9825323332 તથા રવીન્દ્રભાઈ ત્રિવેદી 8780287220 પર સંપર્ક કરવા જણાવાયું છે.