ગીરીશભાઈ ઘેલાણી, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, બકુલભાઈ રાચ્છ, જનક રાજા, સુનિલભાઈ પુજારા, નાનજી સોલંકી સહીતના અગ્રણીઓ દ્વારા ધાર્મિક વિધિ કરી બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા કોઈપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વિના વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર અને તેમના અસ્થિઓના વિસર્જનનુ કાર્ય હરહંમેશ કરવામા આવે છે. ત્યારે તાજેતરમા મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર લઈ રહેલા આધેડનું મૃત્યુ થતા હોસ્પીટલ તંત્રએ વાલી-વારસની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેઓ બિનવારસી હોય. આથી, તેમનો મૃતદેહ શ્રી જલારામ પ્રાર્થના મંદિરને સોંપવામા આવ્યો હતો. આથી, મોરબી જલારામ મંદીરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, બકુલભાઈ રાચ્છ, પત્રકાર જનક રાજા, સુનિલભાઈ પુજારા, નાનજી સોલંકી, ફીરોઝભાઈ સહીતનાઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધી કરી બિનવારસી આધેડના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી માનવતાની મહેર પ્રસરાવી હતી. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા યાદીમાં જણાવાયું છે.