વિદેશી સાથે મળીને કોલ સેન્ટર ચાલુ કર્યું હોવાની કબૂલાત મોરબી : માળીયાના મોટી બરાર ગામે અગાઉ પોલીસે ફ્રોડ કોલ સેન્ટર ઝડપી લીધું હતું અને 9 આરોપીઓની ધરપકડ કરી હતી.ત્યારે એલસીબીએ આ ફ્રોડ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડને દબોચી લીધો હતો.આ આરોપીએ એક વિદેશી સાથે મળીને ફ્રોડ કોલ સેન્ટર ચલાવતો હોવાની કબૂલાત આપી હતી. માળીયાના મોટી બરાર ગામે થોડા સમય અગાઉ પોલીસે વિદેશીઓને ટેક્સના નામે ખેખરવાના કારાસ્તાંનનો પર્દાફાશ કરીને આ ફ્રોડ કોલ સેન્ટર ઝડપી લીધું હતું.જે તે વખતે ફ્રોડ સેન્ટરમાં કામ કરતા 9 કર્મચારીઓની ધરપકડ કરી હતી.જેમાં આ કર્મચારીઓને કોઈ ઉપરી મેસેજ આપે તે રીતે બ્રિટનના નાગરિકોને મેસેજ કરીને ટેક્સના નામેં નાણાં ખેખરેતા હતા.પોલીસે કોલ સેન્ટરમાંથી લેપટોપની સઘન ચકાસણી કરીને મૂળ સુત્રધાર સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી.દરમિયાન આ દિશામાં સફળતા મળતા એલસીબીએ ફ્રોડ કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ મયુરસિંહ જાડેજા (ઉ.વ.30 રહે માળીયા-મોટાભેલા) ને ઝડપી લીધો હતો. આ આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, ગોવાના અનિસ એન્થની પુદીપુરીકલની સાથે મળીને આ કોલ સેન્ટર ચાલુ કર્યું હતું.આ શખ્સ યુકેના નાગરિકોના ડેટા, બેન્ક એકાઉન્ટ મુખ્ય સૂત્રધારને આપતો જેના આધારે વિદેશીઓ પાસેથી નાણા ઉઘરાવતા હતા.જ્યારે ગોઆના અનિસ એન્થની પુદીપુરીકલ સામે એમરીકાની કોર્ટમાં બોગસ કોલ સેન્ટર મામલે કેસ ચાલુ હોવાનું ખુલ્યું હતું.