યજ્ઞ, પ્રસાદ અને ધૂન-ભજનના કાર્યક્રમો યોજાયા મોરબી : મોરબીમાં આવેલ પૌરાણિક રામ મહેલ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થતા પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિતે સવારે યજ્ઞ, ઘુન, ભજન અને પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મોરબીના દરબારગઢ નજીક આવેલ અંદાજે 250 વર્ષ પૌરાણિક રામ મહેલ મંદિર ભૂકંપમાં જર્જરિત બન્યું હોય. જેથી, મંદિર નવું બનાવી 27 જાન્યુઆરી, 2020ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે મંદિરનો મહા સુદ ત્રીજના દિવસે પ્રથમ પાટોત્સવ પ્રસંગ ઉજવાયો હતો. રામ-મહેલ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિતે દરબાર ગઢ ખાતે મંદિરે સવારે યજ્ઞ અને ધૂન-ભજનના કાર્યક્રમો યોજાયા હતા. તે ઉપરાંત, પ્રસાદનો પણ ભક્તોએ લાભ લીધો હતો. ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા મંદિરના મહંત રાજેન્દ્રદાસ છ્ગનદાસ નિમાવત સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તેમ રામ કથાકાર લઘુ મહંત સુખરામ બાપુ (માનસ સુંદર)ની યાદીમાં જણાવ્યું છે.