ટંકારા : ટંકારા પોલીસે ગઈકાલે બાતમીના આધારે ટંકારા ગામની સીમ અમરાપર ગામ તરફ જવાના રસ્તે બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે એક આરોપી હાજર નહિ મળી આવતા ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે તા.૧૪ ના રોજ બાતમીના આધારે ટંકારા ગામની સીમ અમરાપર ગામ તરફ જવાના રસ્તે મોટરસાયકલ નંબર G-J-36-N-0884 ઉપર વિદેશી દારૂની બોટલો લઈને નીકળેલા આરોપીઓ રાજેશભાઈ રણછોડભાઈ દુબરીયા (ઉ.વ- ૪૪ ધંધો- ખેતી રહે- ટંકારા ત્રણ હાટડી લક્ષ્મીનારાયણ મંદીર પાસે) અને બંસીભાઈ રાણાભાઈ અજાણા (ઉ.વ.૨૮ ધંધો પ્રા.નોકરી રહે ટંકારા મઢવાળી શેરી) ને વિદેશી દારૂની બોટલો નંગ-૦૨ કિ.રૂ ૬૦૦ તથા બાઈકની કિ ૧૫,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ ૧૫,૬૦૦ સાથે ઝડપી.લીધા હતા. જ્યારે ત્રીજો આરોપી દિનેશભાઈ રબારી (રહે મોરબી) હાજર નહિ મળી આવતા તેની સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.