મૃતકના ભાઈની ફરિયાદના આધારે હળવદ પોલીસે તપાસ હાથ ધરી હળવદ : ધ્રાંગધ્રા-હળવદ હાઇવે આશાપુરા હોટલની સામે યુવાનને કચડીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો.આ અકસ્માતમાં ગંભીર થવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. આથી, આ બનાવ અંગે મૃતકના ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હુસેનભાઇ શકરૂભાઇ ભીલ (ઉ.વ. ૩૫, ધંધે મજુરી, રહે. હાલ નાની લાખાણી તા.જી. જામનગર રણજીતસીંહ બાલુભા જાડેજાની વાડીએ મુળ રહે. જીરણી તા. આંળવા જી. અલીરાજપુર-એમ.પી.) એ કોઇ અજાણ્યો વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૩ ના રોજ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે આશાપુરા હોટલની સામે આરોપીએ પેાતાના હવાલા વાળુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતતે ચલાવી ફરીયાદીના ભાઇ સુરેશભાઇ શકરૂભાઇ ભીલ (ઉ.વ. આશરે ૪૦) ને અડફેટે લઇ માથામા તથા શરીરે ગંભીર ઇજા કરી મોત નિપજાવી આરોપી પોતાનુ વાહન લઇ નાશી છૂટ્યો હતો. આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.