અમાન્ય પક્ષમાંથી ઉમેદવારી રજૂ કરતા નિયમ મુજબ ટેકેદારો ઓછા પડ્યા વાંકાનેર : મોરબી જિલ્લા પંચાયતના ચૂંટણી જંગમાં વાંકાનેરની રાતીદેવડી બેઠક ઉપર અમાન્ય રાજકીય પક્ષના નામ ઉપર ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારનું ફોર્મ આજે અમાન્ય ઠેરવવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેર તાલુકાની રાતીદેવડી બેઠક ઉપરથી આરજેસીપી પક્ષમાંથી શેરસીયા જલાલભાઈ અલીભાઈ નામના ઉમેદવારી નોંધાવી હતી પરંતુ આજે ફોર્મ ચકાસણી દરમિયાન આરજેસીપી પાર્ટી માન્ય રાજકીય પક્ષની યાદીમાં ન હોય ઉમેદવાર દ્વારા રજુ થયેલ ટેકેદારની સંખ્યા ઓછી પડતા તેમનું ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યું હતું.