પાડોશી પરિવારના ત્રણ સભ્યો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરમાં સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે ડખ્ખો થયો હતો. જેમાં યુવાન ઉપર તેના પાડોશીએ અમારી શેરીમાંથી કેમ નીકળો કહી ત્રણ સભ્યોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવ અંગે યુવાને પાડોશી પરિવારના ત્રણ સભ્યો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મારામારીના બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિનેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા (ઉ.વ ૨૭ ધંધો રીક્ષા ડ્રાઈવીંગ રહે આંબેડકરનગર શેરી નં ૦૫, વાંકાનેર) એ આરોપીઓ રમેશભાઇ તથા તેના દિકરા સંદિપભાઇ તથા દિપકભાઇ (રહે આંબેડકરનગર વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૩ ના રોજ રાત્રીના દશેક વાગ્યાના સુમારે આરોપીઓ તેઓના ધર પાસે બોલાચાલી કરતા હોય અને ફરીયાદી મો.સા લઇ નીકળતા આરોપીના ધર પાસે ઉભા રહેતા જેનુ સારૂ નહી લાગતા આ કામના ફરીયાદીને તુ અમારી શેરીમા નીકળી અમારા ધર પાસે કેમ ઉભો રહેલ તેમ કહી ફરીયાદીને ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.