ત્રણ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ મોરબી : મોરબીમાં ભાઈ સાથેની કોઈ બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવ અંગે યુવાને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સિપાઇ વાસ કાપડ બજારની પાછળ રહેતા હુશેન અહેમદકરીમ જીદાણી (ઉ.વ.૧૯) એ આરોપીઓ બુધો સતારભાઇ ઘાચી તથા બુધાના મિત્રો બે સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૨ ના રોજ સ્મશાન પાસે લીલાપર રોડ ઉપર આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તારો ભાઇ મજીદ કયા છે? જેથી, ફરીયાદીએ કહેલ કે મને ખબર નથી.આથી આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપીઓએ તેના હાથમા રહેલ લાકડાની વરી ફરીયાદીના ડાબા હાથના મધ્યમ ભાગે મારીને ફેકચર જેવી ગંભીર ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધીને પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.