મોરબી : મોરબીમાં મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્રનાં સહયોગથી નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ કરવામાં આવશે. જે આવતીકાલે તા. 14ને રવિવારે સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી નીલકંઠ સ્કૂલ પાસે, એવન્યુ પાર્ક પાસે, રવાપર રોડ, મોરબી ખાતે વેચાણ કરાશે. જેમાં હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, અગરબત્તી, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણ ઉપરાંત આંબળાની મીઠી કેન્ડી, બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે પણ મળશે. કોરોના મહામારીનાં પગલે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌને લાભ લેવા આ વિતરણ વ્યવસ્થાનાં સંયોજક જીતેન્દ્ર ઠક્કરની યાદીમાં અનુરોધ કરાયો છે.