એક કલાક કરતા વધુ સમયથી વાહનચાલકો ફસાયા : પોલીસ ન પહોંચતા લોકો પરેશાન મોરબી : મોરબીમાં ટ્રાફિકજામની સમસ્યા કાયમની બની છે ત્યારે આજે રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં લક્ષ્મીનગર ઓવરબ્રિઝથી ટીમ્બડી પાટિયા સુધી ભયંકર ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો એકાદ કલાકથી ફસાયા છે અને હજુ સુધી પોલીસ પણ ટ્રાફિકજામ સ્થળે ન પહોંચતા બાઇક ચાલકને પણ નીકળવું મુશ્કેલ બન્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોરબી શહેરમા ટ્રાફિકજામનો માથાનો દુખાવો રોજીંદો બન્યો છે તેવામાં આજે લક્ષ્મીનગર ઓવરબ્રિઝથી લઈ ટીમ્બડી પાટિયા સુધી ટ્રાફિકજામના વરવા દ્રશ્યો સર્જાયા હતા અને કલાકો સુધી અહીં પોલીસ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.