ક્રૂડ તેલમાં પણ તેજીનો માહોલ : બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક વૃદ્ધિ: કપાસ, કોટન, સીપીઓ, રબરમાં સુધારાનો સંચાર: મેન્થા તેલમાં નરમાઈ: બુલડેક્સ ફ્યુચર્સમાં ૫૨૪ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૭૨૪ પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ મુંબઈ : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૫થી ૧૧ ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. સોનું ૧૦ ગ્રામદીઠ રૂ.૭૯૩ અને ચાંદી કિલોદીઠ રૂ.૧,૬૭૪ ઊછળ્યા હતા. તમામ બિનલોહ ધાતુઓ પણ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં તેજીનો માહોલ હતો, જ્યારે નેચરલ ગેસમાં મામૂલી સુધારો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, રૂ (કોટન), સીપીઓ, રબરના વાયદા વધવા સામે મેન્થા તેલ નરમ રહ્યું હતું. દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો ફેબ્રુઆરી વાયદો ૧૪,૮૪૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૩૨૫ અને નીચામાં ૧૪,૮૦૧ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૫૨૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૨૭૯ પોઈન્ટ વધીને ૧૫,૦૪૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૩,૪૮૩ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ૭૨૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૭૭૪ પોઈન્ટ વધીને ૧૪,૧૯૦ના સ્તરે બંધ થયો હતો. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૮૫૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૮,૩૭૪ અને નીચામાં રૂ.૪૬,૮૦૬ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૭૯૩ના ઉછાળા સાથે રૂ.૪૭,૫૦૮ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો ફેબ્રુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૭,૭૯૯ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૯૬ના ઉછાળા સાથે રૂ.૩૮,૦૧૫ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ફેબ્રુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૬૭૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬૧ વધી બંધમાં રૂ.૪,૭૨૬ના ભાવ થયા હતા. સોનાનો મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૭૯૦ના સ્તરે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭૧૧ ઊછળી રૂ.૪૭,૩૭૭ બંધ થયો હતો.ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૭,૨૧૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૭૦,૭૫૭ અને નીચામાં રૂ.૬૭,૨૦૫ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૬૭૪ના ઉછાળા સાથે રૂ.૬૮,૪૯૨ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૭,૧૨૨ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૬૫૩ની તેજી સાથે રૂ.૬૮,૪૫૪ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૭,૨૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૬૪૦ની તેજી સાથે બંધમાં રૂ.૬૮,૪૪૧ના ભાવ થયા હતા. બિનલોહ ધાતુઓમાં તાંબાનો ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે કિલોદીઠ રૂ.૪૦.૩૦ વધી રુ.૬૩૬.૮૫, નિકલ ફેબ્રુઆરી રૂ.૬૮.૪૦ વધી રૂ.૧,૩૫૦.૬૦, એલ્યુમિનિયમ ફેબ્રુઆરી રૂ.૫.૫૫ વધી રૂ.૧૬૭.૭૦ સીસું ફેબ્રુઆરી રૂ.૬.૦૫ વધી રૂ.૧૭૦.૬૫ અને જસત ફેબ્રુઆરી રૂ.૧૨.૪૦ વધી રૂ.૨૨૧.૮૫ના સ્તરે બંધ થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૪,૧૩૬ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪,૨૯૩ અને નીચામાં રૂ.૪,૧૨૬ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૩૧ના ઉછાળા સાથે બંધમાં રૂ.૪,૨૪૧ના ભાવ થયા હતા, જ્યારે નેચરલ ગેસનો ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૨૧૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧ સુધરી રૂ.૨૦૯.૨૦ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૨૧૩ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૪.૫૦ વધી રૂ.૧,૨૩૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૧,૩૬૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૧,૫૯૦ અને નીચામાં રૂ.૨૧,૩૧૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૨૧૦ની તેજી સાથે રૂ.૨૧,૪૫૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ફેબ્રુઆરી વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૯૮૪.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૬.૧૦ વધી રૂ.૧,૦૧૨.૧૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે રબરનો ફેબ્રુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૫,૩૬૭ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૫,૯૦૫ અને નીચામાં રૂ.૧૫,૩૬૭ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૩૫૪ના ભાવવધારા સાથે રૂ.૧૫,૭૨૧ના ભાવે બંધ થયો હતો. મેન્થા તેલનો ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૬૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૫૦ ઘટી બંધમાં રૂ.૯૬૨.૧૦ના ભાવ થયા હતા.