મોરબી : મોરબીમાં વાલજીભાઈ પ્રેમજીભાઈ ડાભી (યોગ કોચ-મોરબી), લાલજીભાઈ પ્રેમજીભાઈ ડાભી તથા હરેશભાઇ પ્રેમજીભાઈ ડાભીના માતૃશ્રી સ્વ. માણેકબેન પ્રેમજીભાઈ ડાભીને શ્રદ્ધાંજલિ આપવા ભક્તિ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૂર્યનમસ્કાર, જોગિંગ, આસનો અને પ્રાણાયામ તથા જુદા જુદા રોગો માટે યોગ તથા આયુર્વેદ વિશે માહિતી વગેરેનું પ્રશિક્ષણ આપવામાં આવશે. આ શિબિરનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. આ નિ:શુલ્ક શિબિરમાં બાળકો, યુવાનો, વડીલો અને વૃદ્ધો કોઈપણ ભાગ લઈ શકે છે. ભાગ લેવા નીચે આપેલ લિંક પર રજીસ્ટર કરવાનું રહેશે. ભક્તિયોગ શિબિર તા.૧૪/૦૨/૨૦૨૧ ને રવિવારથી ૨૧/૦૨/૨૦૨૧ને રવિવાર સુધી સવારે ૬:૦૦ થી ૭:૦૦ કલાકે મોટેશ્વર મહાદેવનું મંદિર, મોરભાગતની વાડી પાસે, એપોલો હોલ વાળા રસ્તે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. વધુ માહિતી માટે 94096 63627, 95862 82527 પર સંપર્ક કરવાનો રહેશે. https://forms.gle/U5s6y8ocZtwf7aMk8