મોરબી : રામજન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે નિધી સમર્પણ અભિયાન મોરબીમાં ચાલી રહ્યું છે. ત્યારે આજે હેન્ગ ઝિંગ મોલ્ડવાળા હરેશભાઈ દેસાઈ દ્વારા રૂ. 5,11,111, બ્લીઝાર્ડ વીટ્રીફાઈડના યોગેશભાઈ પટેલ દ્વારા રૂ. 1,51,111, મહાલક્ષ્મી ઈન્ટરનેશનલના શૈલેશભાઈ પટેલ દ્વારા રૂ. 1,51,111 તથા નારાયણ ટુલ્સવાળા હેતલભાઈ અને પંકજભાઈ દ્વારા રૂ. 51,111નું સમર્પણ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના સમયદાન વડે પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચવા પ્રયત્નશીલ છે ત્યારે તેમના સમયનો આ અભિયાનમાં મહતમ ઉપયોગ થાય તે માટે આ તમામ આગેવાનોએ એકસાથે એક જ સ્થળે ભેગા મળીને સમર્પણ કરેલ છે. જેથી, રામભક્ત કાર્યકર્તાઓનો સમય બચે અને વધુ લોકો સુધી પહોંચી તેઓ વધુ સમર્પણ રાશી અંગે સંપર્ક કરી શકે. આ પહેલને લલિતભાઈ ભાલોડિયા, મહેન્દ્રભાઈ સવસાણી સહિતના સર્વેએ વધાવી હતી. સાથોસાથ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્યાલય સરદાર બાગની બાજુમાં આવેલ છે ત્યાં પણ કાર્યાલય સમય દરમિયાન ફાળો જમા કરાવી શકાશે તેમ યાદીમાં જણાવ્યું છે.