કડીયાણાથી મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં લોકો હળવદ પહોંચ્યા હળવદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા હળવદમાં આવતી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા ત્યારથી જ અસંતોષ જોવા મળી રહ્યો છે માથક જિલ્લા પંચાયતની બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા બાદ થોડી મીનીટો માં જ ઉમેદવારને બદલી નાખવામાં આવ્યા હતા તેવી રીતના જ તાલુકા પંચાયતની બે થી વધુ સીટ પર પણ ઉમેદવારો બદલવાની માંગ ભાજપના કાર્યકર્તાઓમાં ઉઠવા પામી છે ત્યારે આજે કડીયાણા બેઠક પર જિલ્લા ભાજપના કિસાન મોરચાના ઉપ પ્રમુખ અપક્ષ ઉમેદવારી નોંધાવવા સમર્થકો સાથે હળવદ પહોંચ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પાંચ જિલ્લા પંચાયતની સીટ અને વીસ તાલુકા પંચાયતની સીટ માટે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા આમ તો સૌથી વધુ ભાજપમાં દાવેદારીની સંખ્યા વધુ હોય જેથી પહેલા થીજ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ઉમેદવારોના નામ જાહેર થશે ત્યારે કેટલાને અસંતોષ થશે એવી જ રીતના જેને ટિકિટ નથી મળી તેવા દાવેદારો માં અસંતોષ જોવા મળી રહ્યો છે જેથી આ અસંતોષ આમજ રહ્યો તો તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં અસર કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેવામાં હળવદ તાલુકા પંચાયતમાં આવતી કડીયાણા બેઠક પર કડીયાણા ગામ ના ત્રણ ઠાકોર તેમજ એક પટેલ યુવાને ભાજપમાંથી ટિકીટ માંગી હતી પરંતુ આમાંથી એક પણ વ્યક્તિને ટિકિટ ન આપતા ગઈકાલે કડીયાણા ના ગ્રામજનો એકઠા થઇ અપક્ષ ઉમેદવારી નોંધાવવા તૈયાર થયા હતા. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ કડીયાણા બેઠક પર જે અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે તે રમેશ ભાઇ રામજીભાઇ માકાસણા એ જણાવ્યું હતું કે મેં અને અમારા ગામના ત્રણ ઠાકોર સમાજના યુવાનોએ ભાજપમાંથી ટિકીટ માંગી હતી પરંતુ એક પણ વ્યક્તિને ટિકિટ ન આપતા આખરે અમારા ગામ લોકોએ નિર્ણય કર્યો છે કે અપક્ષ ઉમેદવારી નોંધાવી જેથી હું મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી આજે ગ્રામજનોના સહકારથી અપક્ષ ઉમેદવારી નોંધાવીશ.