હળવદ : બે દિવસ પહેલા હળવદ જી.આઈ.ડી.સી.માં આવેલ ગુરુકૃપા ગેરેજમાં ટ્રકનું કામ કરવા આવેલ ડ્રાઇવર થાવરચંદ અમરાજી મીણા ઉમર વર્ષ 37 રહે રાજસ્થાન પોતે ટ્રકનો ડ્રાઈવર હોય જે ટ્રક ચાલુ કરતા ટ્રક ગીયરમા હોય જેથી તેની બાજુમાં પડેલ ટ્રક સાથે અથડાતા થાવરચંદ બંને ટ્રક વચ્ચે આવી જતા દબાઈ જવાથી મોત નિપજયુ હોવાનું હળવદ પોલીસ મથકેથી જાણવા મળ્યું છે.