ગૌરક્ષકોની ટીમે 21 પાડા ભરેલો ટ્રક ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને હવાલે કર્યો મોરબી : મોરબીના ગૌરક્ષકોની ટીમે આજે બાતમીના આધારે ટીબંડીના પાટિયા પાસે ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 21 પાડા ભરેલા આઇસર ટ્રકને ઝડપી લીધો હતો.ગૌરક્ષકોની ટીમે પાડા ભરેલો ટ્રક ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને હવાલે કર્યો છે. મોરબી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કે.બી.બોરીચા, ચેતનભાઈ પાટડીયા, બજરંગદળના અધ્યક્ષ પાર્થભાઈ પટેલ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના વૈભવભાઈ પટેલ, ગૌરક્ષક મનીષભાઈ, મહાકાલ ગ્રુપના કીપલભાઈ, ગૌરક્ષક દિનેશભાઈ લોરીયા, ગૌરક્ષક જીતુભાઈ ચાવડા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિક્રમભાઈ બજરંગ દળના મોરબી જિલ્લા અધ્યક્ષ સહિતના ગૌરક્ષકોની ટીમે આજે સવારે 6:30 વાગ્યાની આસપાસ મોરબીના ટીબંડીના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તે સમયે કચ્છ તરફથી આવતા GJ. O.1.BY.5292 નંબરના આઇસર ટ્રકને રોકીને તલાશી લેતા તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 21 પાડા મળી આવ્યા હતા. આથી, ગૌરક્ષકોની ટીમે 21 પાડા ભરેલા ટ્રકને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને હવાલે કરી આ બનાવ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.