વાંકાનેર : વાંકાનેર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. આજે તાલુકા પંચાયત માટે 30 ફોર્મ ભરાયા હતા. સામે 67 ફોર્મ ઉપડ્યા પણ હતા. જ્યારે જિલ્લા પંચાયત માટે 9 ફોર્મ ભરાયા હતા. 10 ફોર્મ ઉપડ્યા હતા. નગરપાલિકા માટે 24 ફોર્મ ભરાયા હતા. સામે 55 ફોર્મ ઉપડ્યા હતા. આમ આજે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ભારે ધસારો જોવા મળ્યો હતો.