મોરબી : મોરબીના રંગપર નજીક આવેલ ગ્રીસ સીરામીક ફેકટરીમાં ગઈકાલે સાઈલો તૂટી પડવાની ગોજારી દુર્ઘટનામાં આજે સવારે ફેકટરીના ભાગીદાર અને લેબ ટેક્નિશિયનના મૃતદેહ મળી આવ્યા બાદ હજુ પણ રેસ્ક્યુ-સર્ચ ઓપરેશન ચાલુ છે અને ઘટનાના 27 કલાક વીત્યા બાદ પણ શ્રમિક મહિલાનો હજુ પતો લાગ્યો ન હોવાનું તાલુકા પોલીસ મથકના તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.