મોરબી : મોરબી પાલિકાની ચૂંટણીની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. આજે 1થી 13 વોર્ડ 89 ફોર્મ ઊપડ્યા હતા. જયારે 30 ઉમેદવારોએ ફોર્મ જમા કરાવીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે મોરબી તાલુકા પંચાયતની 26 બેઠક પર 37 ફોર્મ ભરાઈને આવ્યા હતા. સામે વધુ 83 ફોર્મ ઊપડ્યા હતા. મોરબી જિલ્લા પંચાયતની 8 બેઠકમાં 8 ફોર્મ ભરાયા હતા.