વાંકાનેર : વાંકાનેરમાં તીથવા ગામની બાજુમાં ભંગેશ્વર મહાદેવ મંદિર તથા હંસરાજ બાપા ગ્રુપ દ્વારા દિનેશભાઇ (સીએનજી પમ્પ)ના સહયોગથી ભંગેશ્વર મંદિર સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા. 13ના રોજ શનિવારે રાત્રે 9 કલાકે યોજાશે. જેમાં ભજનીક સોનલબેન વ્યાસ અને શિવદાનભાઈ બારોટ તેમજ તબલા ઉસ્તાદ સુરેશભાઈ પટેલ ભજનની પ્રસ્તુતિ કરશે.