વાંકાનેર : વાંકાનેરમાં ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ તથા આકાશ ગંગા એજયુકેશન ટ્રસ્ટ-કેરાળા દ્વારા મોમીન રત્ન સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં પાસ થયેલ S.S.C./ H.S.C./ P.T.C./ ડિપ્લોમા/ ગ્રેજયુએટ/ B.Ed./ પોસ્ટ ગ્રેજયુએટ/સ્પેશિયલ & પ્રોફેશનલ ડિગ્રી/ સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ 1/2/3 પાસ વર્ષ 2019-20/ તથા રાજ્ય/નેશનલ લેવલ સ્પોર્ટ્સ સર્ટીફીકેટ મેળવેલ પ્રતિભાવંત મોમીન સમાજના વિદ્યાર્થીઓ તથા ગેલેક્સી સોસાયટીના સભાસદોના પ્રતિભાવંત સંતાનોને સન્માનિત કરવા માટે મોમીન રત્ન સન્માન સમારંભ આગામી સમયમાં આયોજીત થઈ રહ્યો છે. તે માટે નીચે આપેલ લીંક દ્વારા ઓનલાઈન ફોર્મ તારીખ 5-3-2021 સુધીમાં ભરી શકાશે. મૂળ વાંકાનેરના વતની પરંતુ બહાર રહેતા મોમીન જ્ઞાતિના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે. તેમ યાદીમાં જણાવાયું છે. https://docs.google.com/forms/d/e/1FAIpQLSeHTgUQkSy1MVOIYjVAlzGoq0BAlszYDR23q3lo85dLHDXreQ/viewform?usp=pp_url