જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 20 ફોર્મ ભરાયા : ચારેય નગરપાલિકામાં 10 ફોર્મ ભરાયા મોરબી : મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયતોમાં આજે 47 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું નોંધાયું છે. આ પાંચેય તાલુકા પંચાયતોમાં આજે 153 ફોર્મ ઉપડ્યા છે. આવતીકાલે ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ભારે ધસારો રહે તેવી સંભાવના છે. મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. જેમાં આજે મોરબી તાલુકા પંચાયતમાં 38 ફોર્મ ઉપડ્યા છે અને 10 ફોર્મ ભરાઈને પરત મળ્યા છે. જ્યારે વાંકાનેર તાલુકા પંચાયતમાં 29 ફોર્મ ઉપડ્યા છે. અને 35 ફોર્મ ભરાઈને પરત મળ્યા છે. માળિયા તાલુકા પંચાયતમાં એક પણ ફોર્મ ઉપડ્યું નથી. સામે એક ફોર્મ ભરાઈને પરત મળ્યું છે. ટંકારા તાલુકા પંચાયતમાં 35 ફોર્મ ઉપડ્યા છે. એક ફોર્મ ભરાઈ પરત મળ્યું છે. જ્યારે હળવદ તાલુકા પંચાયતમાં 51 ફોર્મ ઉપડ્યા છે. સામે એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી. જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો ઉપર ચૂંટણી લડવા 43 ફોર્મ આજે ઉપડ્યા છે. સામે 20 ફોર્મ ભરાઈને પરત મળ્યા છે. જ્યારે નગરપાલિકાઓની વિગતો જોઈએ તો મોરબી નગરપાલિકા માટે 155 ફોર્મ ઉપડ્યા છે. સામે 8 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. માળિયા નગરપાલિકા માટે 14 ફોર્મ ઉપડ્યા છે. એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી. વાંકાનેર નગરપાલિકા માટે 43 ફોર્મ ઉપડ્યા છે. સામે 2 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. આમ જિલ્લાની ચાર નગરપાલિકા માટે 212 ફોર્મ ઉપડ્યા છે. સામે 10 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે.