મોરબી : મોરબી નગરપાલિકાની ચુટણીમાં 55 ફોર્મ ઉપડ્યા છે. સામે આજે 8 ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી દીધી છે. જો કે હજુ સુધી અનેક વોર્ડમાં ઉમેદવારી નોંધાવવાના શ્રી ગણેશ થયા નથી. વોર્ડ નં.2માં આપના કરીમ હારુનભાઈ જામ, વોર્ડ નં. 8માં કોંગ્રેસના ગામી મોનીકા, વોર્ડ નં.9માં કોંગ્રેસના અસ્મિતાબેન નવીન કોરિંગા, નિલેશભાઈ જેઠાભાઇ ભાલોડિયા, આપના ગોપાલ લક્ષ્મણભાઈ પનારા, વોર્ડ નં.11માં આપના સંજય તુલસીભાઈ વાઘેલા, વોર્ડ નં.12માં આપના રહીશ કાસમભાઈ માધવાણી, વોર્ડ નં.13માં આપના વિજય ચમનભાઈ સોલંકીએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું છે.