ત્રાજપર, ઓરીએન્ટલ બેંકવાળી શેરીમાંથી લગભગ દરરોજ ઝડપાતો દેશી દારૂ! મોરબી: મોરબી શહેર જિલ્લામાં દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ઘોંસ બોલાવતા મંગળવારે પોલીસે 2 મહિલા સહિત 5 લોકોને ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી.બી. ડિવિઝન પોલીસે ત્રાજપર ઓરિએન્ટલ બેંક વાળી શેરીમાંથી દેશી દારૂની 24 કોથળીઓ સાથે 1 મહિલાને, નિર્મલ જ્યોતિ પંપ નજીક આરગીલના કારખાના પાસેથી 6 લીટર દેશી દારૂ સાથે એક બાઇક ચાલકને ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત વાંકાનેર સીટી પોલીસે રાજાવડલા રોડ, માર્કેટિંગ યાર્ડ પાસેથી 15 લીટર દેશી દારૂ સાથે એક મહિલાની અટકાયત કરી ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.