મચ્છીપીઠ નજીક પોલીસની રેઇડ : રૂ. 14750 રોકડા કબજે મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે મચ્છીપીઠ ઇદગાહના ગ્રાઉન્ડમા જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ શખ્સોને દબોચી લીધા હતા.પોલીસે આ પાંચેય આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ જુગારની રેડની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે તા.૯ ના રોજ બાતમીના આધારે મોરબીના મચ્છીપીઠ ઇદગાહના ગ્રાઉન્ડમા જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા રમજાનભાઇ કરીમભાઇ ભટ્ટી, ઇર્શાદભાઇ ઇકબાલભાઇ તરૈયા, અનવરભાઇ અલીમામદભાઇ, હર્ષદભાઇ ઉર્ફે દિનેશભાઇ આંજળકા,રોહિત ઉર્ફે કાનો નગીનભાઇ રાચ્છને રોકડા રૂ.૧૪,૭૫૦ સાથે ઝડપી લીધા હતા.પોલીસે આ પાંચેય આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.