વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ જામસર ચોકડી પાસે એક પેપરમિલમાં વિશાળ આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. હાલ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ ગયા છે. આ લખાઈ રહ્યું છે. ત્યારે આગે વિશાળ રૂપ ધારણ કર્યું છે અને આગ ઉપર કાબુ મેળવવા બેથી ત્રણ ફાયર ફાયટરની જરૂર પડે તેવું લાગી રહ્યું છે.