એલસીબી અને માળીયા પોલીસ ટીમે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાકા ભત્રીજાને દબોચી લીધા મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહિસરા ગામે દેવીપૂજક યુવાનની પથ્થરના ઘા ઝીકી હત્યા કરવા પ્રકરણમાં એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં હત્યાને અંજામ આપનાર કાકા ભત્રીજાને દબોચી લીધા છે અને પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાની આરોપીએ કબૂલાત આપી છે. માળીયાના મોટા દહીંસરા ગામે લાલા વલ્લભભાઇ દેલવાણીયા જાતે-દે.પુ ઉ.વ.૧૭ રહે.મોરબી, લીલાપર રોડ, વાળાને કોઇ અજાણ્યા ઇસમોએ અગમ્ય કારણોસર પથ્થરોના ઘા માથામાં મારી ગંભીર ઇજા પહોચાડી મારી નાખી લાશ મોટા દહિસરા ગામના તળાવના પટમાંથી મળી આવતા ગઈકાલે આ મામલે માળીયા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો બીજી તરફ અનડીટેકટ ગુન્હાની તપાસમાં એલસીબી ટીમે પણ ઝુકાવ્યું હતું. વધુમાં આ કેસમાં એલસીબી પીઆઇ વી.બી જાડેજાના માર્ગદર્શન હેઠળ માળીયા પીએસઆઇ એન.એચ.યુડાસમા, એલસીબી પીએસઆઇ એન.બી.ડાભી તથા પોલીસ ટીમે અનડીટેકટ ગુનો શોધી કાઢવા અલગ- અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા માટે તમામ દિશાઓમાં આરોપી અંગે તપાસ હાથ ધરતા બનાવ પ્રેમસબંધના કારણે બનેલ હોય જેથી આ કામે મરણ જનારને રમેશભાઈ પોપટભાઈ પરમારની દિકરી સાથે પ્રેમસંબંધ હોય અને મોટા દહિંસરા ગામે દેવીપુજક સમાજનો ધાર્મીક પ્રસંગ હોય જે પ્રસંગમાં વધુ માણસોની હાજરીનો લાભ લઈ મરણ જનારને રમેશ પરમારનો દિકરો (1) હરદેવભાઇ ઉર્ફ પ્રવિણભાઈ રમેશભાઈ પોપટભાઈ પરમાર (ચોવસીયા) જાતે-દેવીપુજક ઉવ.૩ર, રહે. મોરબી, સમર્પણ હોસ્પીટલ પાછળ, ગાયત્રીનગર તથા તેનો ભત્રીજો (૨) કરણ ઉર્ફે કાનો રણજીતભાઈ પરમાર (ચોવસીયા) ઉવ ૧૯ રહે. મોરબી, ગાયત્રીનગર વાળાએ બનાવને અંજામ આપેલ હોય જે બંને સઘન પુછપરછ કરતા પોતે બંનેએ મળી મરણ જનારને માથાના ભાગે પથ્થરના ઘા મારી મોત નીપજાવેલ હોવાની કબૂલાત આપી હતી. આમ પ્રેમસંબંધના કારણે બનેલા બનાવમાં પોલીસે ગણતરીની કલાકમાં ભેદ ઉકેલી નાખ્યો છે, આ સફળ કામગીરી માળીયા પીએસઆઇ એન.એસ.યુડાસમા, હેડ.કોન્સ શેખાભાઈ સગરામભાઇ, શકિતસિંહ લગધીરસિંહ, અજીતસીંહ લક્ષ્મણસિંહ, ક્રીપાલસિંહ વનરાજસિંહ, ગીરીશભાઇ પરસોતમભાઇ તેમજ પો.કોન્સ. જયપાલભાઇ જેસંગભાઇ, સંજયભાઇ દીલીપભાઇ તેમજ એલ.સી.બી મોરબી ટીમના એ.એસ.આઇ હીરાભાઇ મનજીભાઇ, પો. હેડ.કોન્સ. ચંદુભાઈ કાળુભાઇ, પો. કોન્સ. ભરતભાઇ ઘેલાભાઇ, દશરથસિંહ ગગુભા, ભગીરથસિંહ સુખદેવસિંહ તથા નીરવભાઇ માવજીભાઇએ કરી હતી.