ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા એકવીસ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં તથા ભોગ બનનારને પણ શોધી કાઢવામાં આવ્યા છે. ટંકારા પોલીસની ટીમને મળેલ બાતમી આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી રમેશ ઉર્ફે રાણો ધનજીભાઈ સંગોડ (ઉ.વ. 42, ધંધો ખેત મજુરી, રહે. પાવ, તા. ધાનપુર, જિ. દાહોદ)ને પકડી પાડવામાં આવ્યો છે. હાલમાં આરોપીને ચાલતા કોરોના વાયરસના લીધે પોલીસ સ્ટેશન ખાતે કોરોન્ટાઇન રાખવામા આવેલ છે. તથા પોલીસે ભોગ બનનારને પણ શોધી કાઢી તેને મહિલા પોલીસ દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે.