મોરબી : મધ્યપ્રદેશ પાટીદાર સમાજ દ્વારા અખિલ ભારતીય પાટીદાર અને કુર્મી પટેલના અવિવાહિત યુવક યુવતીઓ માટે પરિચય અને પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન તા. 14/03/2021ને રવિવારે ભોપાલ મુકામે યોજાશે. જેમાં ભાગ લેવા માંગતા લગ્નઈચ્છુકોને ફોર્મ ઉમિયા મેરેજ બ્યુરો અને ઉમિયા સમાધાન પંચ, નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી ખાતે મળશે. વધુ વિગત માટે 99989 43060, 99740 50914, 94281 94000 તથા 97147 61505નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.