રૂના વાયદામાં ૩૮,૨૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ભાવમાં સેંકડા વધ્યા: કપાસમાં રૂ.૧૦.૫૦નો સુધારો : સીપીઓ, રબરમાં વૃદ્ધિ: મેન્થા તેલ ઢીલું: પ્રથમ સત્રમાં રૂ.૧૩૨૧૦ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨૦૩૩૨૯ સોદામાં રૂ.૧૩૨૧૦.૯૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ રહી વાયદા વધુ વધી આવ્યા હતા. તમામ બિનલોહ ધાતુઓ પણ સુધરી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં પ્રત્યાઘાતી ઘટાડો વાયદાના ભાવમાં થયો હતો. નેચરલ ગેસ પણ ઘટ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં સીપીઓ, રબરમાં વૃદ્ધિ સામે મેન્થા તેલ ઢીલું હતું. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૮૫૪૧ સોદાઓમાં રૂ.૫૭૫૪.૮૩ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૨૩૫ અને નીચામાં રૂ.૪૭૯૫૧ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૦ વધીને રૂ.૪૮૦૮૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૪ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૮૪૫૨ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૭૮૦ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૧૪ વધીને બંધમાં રૂ.૪૭૯૪૦ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૦૨૯૭ ખૂલી, ઊપરમાં રૂ.૭૦૭૫૭ અને નીચામાં રૂ.૬૯૮૬૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૬૬ વધીને રૂ.૭૦૪૫૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૩૫૩ વધીને રૂ.૭૦૩૭૪ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૩૪૯ વધીને રૂ.૭૦૩૫૮ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૭૧૮૬૧ સોદાઓમાં રૂ.૩૯૩૨.૧૯ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૨૪૭ ખૂલી, ઊપરમાં રૂ.૪૨૭૮ અને નીચામાં રૂ.૪૨૦૧ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩ ઘટીને રૂ.૪૨૧૮ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૫૮૫ સોદાઓમાં કુલ રૂ.૩૩૩.૪૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૪૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૫૦૦ અને નીચામાં રૂ.૨૧૪૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૦ વધીને રૂ.૨૧૪૭૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૦૧૭.૨ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩.૩ વધીને બંધમાં રૂ.૧૦૧૪.૩ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૫૮ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૧.૭ અને નીચામાં રૂ.૯૫૩.૫ રહી, અંતે રૂ.૯૫૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૨૦.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૩૨ અને નીચામાં રૂ.૧૨૧૭.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦.૫૦ વધીને રૂ.૧૨૨૮ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૨૯૧૬ સોદાઓમાં કુલ રૂ.૨૭૪૬.૨૧ કરોડ ની કીમતનાં ૫૭૧૬.૧૦૩ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૫૬૨૫ સોદાઓમાં કુલ રૂ.૩૦૦૮.૬૨ કરોડ ની કીમતનાં ૪૨૭.૮૦૫ ટન, ક્રૂડ તેલમાં ૧૬૭૨૫ સોદાઓમાં રૂ.૧૦૯૭.૨૦ કરોડનાં ૨૫૮૩૬૦૦ બેરલ્સ, કોટનમાં ૬૭૯ સોદાઓમાં રૂ.૮૨.૪૦ કરોડનાં ૩૮૨૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૭૬૯ સોદાઓમાં રૂ.૨૪૭.૩૨ કરોડનાં ૨૪૪૯૦ ટન, મેન્થા તેલમાં ૧૧ સોદાઓમાં રૂ.૧.૧૪ કરોડનાં ૧૧.૮૮ ટન, કપાસમાં ૫૩ સોદાઓમાં રૂ.૧.૩૨ કરોડનાં ૨૧૬ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૬૦૫૩.૭૭ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૯૯.૨૬૯ ટન, ક્રૂડ તેલમાં ૫૦૯૯ બેરલ્સ, કોટનમાં ૧૯૭૧૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૨૩૦૧૦ ટન, મેન્થા તેલમાં ૮૪.૨૪ ટન અને કપાસમાં ૩૨૦ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૫૦ અને નીચામાં રૂ.૩૧૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨૧.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૫૭.૫ અને નીચામાં રૂ.૪૬૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૮૦ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૦૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૯૪.૫ અને નીચામાં રૂ.૧૮૮૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨૪૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૭૮ ખૂલી, ઊપરમાં રૂ.૩૧૦ અને નીચામાં રૂ.૨૬૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૪ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૩૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૮૦ અને નીચામાં રૂ.૫૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૫.૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૧૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૧.૨ ખૂલી, ઊપરમાં રૂ.૪૯.૩ અને નીચામાં રૂ.૩૧.૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૪.૭ બંધ રહ્યો હતો.