મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે સમર્પણ હોસ્પીટલ પાછળ ભક્તિનગર સોસાયટી ચામુંડા પ્રોવિઝન સ્ટોર્સની સામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે આ ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે શહેરના સામાકાઠે સમર્પણ હોસ્પીટલ પાછળ ભક્તિનગર સોસાયટી ચામુંડા પ્રોવિઝન સ્ટોર્સની સામે જાહેર જગ્યામાં ગંજીપતા ના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા પ્રિતેશભાઇ છગનભાઇ પરમાર, અમિતભાઇ મનુભાઇ પારઘી, કિરણભાઇ કેશુભાઇ ચાવડા, હસમુખભાઇ ડાહ્યાભાઇ ચાવડાને રોકડા રૂપીયા-૧૨૨૬૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.