મોરબી: જિલ્લામાંથી સોમવારના દિવસે મોટર વ્હિકલની વિવિધ કલમો તથા એપિડેમીક એક્ટની કલમ હેઠળ કુલ 10 ઓટો રીક્ષા ચાલક સામે કેસ નોંધી તમામ રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી હતી. મોરબી શહેર સીટી. એ.ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં ઉમિયા સર્કલ પાસેથી 1 સીએનજી રીક્ષા, ગાંધી ચોક પાસેથી 3 સીએનજી રીક્ષા, નગર દરવાજા પાસેથી 1 સીએનજી રીક્ષા, બી.ડીવી. પોલીસ સ્ટે.ની હદમાં ત્રાજપર ચોકડી પાસેથી 1 સીએનજી રીક્ષા કબ્જે કરવામાં આવી હતી. જ્યારે વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાંથી સિંધાવદર, ગાત્રાળનગર રોડ પરથી 1 અતુલ શક્તિ રીક્ષા, સિંધાવદર ગામ નજીક કેનાલ પાસેથી 1 સીએનજી રીક્ષા, ઢૂંવા ચોકડી નજીકથી 1 ઓટો રીક્ષા અને માળીયા મી.માં ત્રણ રસ્તા પાસેથી 1 સીએનજી રીક્ષાચાલકો સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી હતી.