માતાજીના માંડવા દરમિયાન મોડીરાત્રે કોઈ બાબતે રકઝક બાદ યુવાનનું ઢીમ ઢાળી દેવાયું : પોલીસ દોડી માળીયા : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે ગતરાત્રીના પથ્થરના ઘા ઝીકી યુવાનની નિર્દર્યતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હત્યાના બનાવની માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના લોકો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર દેવીપૂજક પરિવારમાં ગતરાત્રે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહારગામથી મહેમાનો આવ્યા હતા.દરમિયાન ગત મોડીરાત્રે માતાજીના માંડવા દરમિયાન કોઈ બાબતે રકઝક થતા વાત હત્યા સુધી પહોંચી ગઈ હતી અને અંદાજે 21 વર્ષના યુવાનને પથ્થરો મારીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. કોઈ બાબતે અજાણ્યા શખ્સોએ યુવાનની હત્યા કર્યા નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું છે.હાલ યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવની જાણ થતાં માળીયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે. અને સમગ્ર હત્યાના બનાવ અંગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.