મોરબી : મોરબી શહેરમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સ પકડાયો છે. આ કેસમાં બે શખ્સો સામે મોરબી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબીમાં લગધીરપૂર રોડ પર ઢાળીયા પાસેથી અનુજભાઇ છેદાલાલ ઠાકોરને એક્ટીવામાં 8 લીટર દેશી દારૂ સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે દેશી દારૂ, રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ. 13,760નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી અનુજની અટકાયત કરી છે. તેમજ આરોપી મહેશભાઇ જીવણભાઇનું નામ ખુલતા તેને પકડવા તજવીજ હાથ ધરી છે.