મીટીંગમાં આગામી સમાજલક્ષી કાર્યોની ચર્ચા કરાઈ (કેતન ભટ્ટી) વાંકાનેર : શ્રી દશનામ ગોસ્વામી યુવા ગ્રૂપ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા સમાજની વાડી ખાતે બેઠક યોજવામાં આવી હતી, અને આગામી સમાજલક્ષી કાર્યોની ચર્ચા વિચારણા અને હોદેદારોની સર્વાનુમતે નિમણુંક કરાઈ હતી. બેઠકમાં પ્રથમ સમાજનાં અવસાન પામેલા મૃતકો ને આત્મશાંતિ માટે મૌન પાડવામાં આવ્યું હતું, ત્યાર બાદ સમાજનાં ઉત્કર્ષ અને સમાજલક્ષી કાર્યક્રમોની ચર્ચા વિમર્શ કરાઈ હતી, આ બેઠકમાં તાલુકા મંડળનાં હોદેદારો તથા નિવૃત્ત psi સોમગીરી ગોસ્વામી હાજર રહ્યા હતા, અને સર્વાનુમતે નવનિયુક્ત હોદેદારોની નિમણૂક કરાઈ હતી, જેમાં ચેતનગીરી ગોસ્વામી (અધ્યક્ષ), ભરતવન ગોસ્વામી (ઉપાધ્યક્ષ), પાર્થગીરી ગોસ્વામી (પ્રમુખ), ધર્મેશપરી ગોસ્વામી (ઉપપ્રમુખ), ભાવેશ પરી ગોસ્વામી (મંત્રી), અમિતવન ગોસ્વામી (સહમંત્રી) તરીકે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી.