રામઘાટ પાસે મોડી રાત્રે યુવકને છરીના ઘા ઝીકી હત્યા કરવાના બનાવમાં ફરિયાદ નોંધાઇ : આરોપી હાથવેંતમાં મોરબી : મોરબીના રામઘાટ નજીક યુવકની હત્યા કરવાના બનાવ પાછળ દસ વર્ષ જુનો પ્રેમ સંબંધ કારણભૂત હોવાનું બહાર આવ્યુ છે. આ બનાવ અંગે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આરોપી હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોરબીના રામઘાટ પાસે રવિવારે મોડી રાત્રે કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા રફીક ઉર્ફે ગુલાબ અબ્બાસભાઈ રફાઈ નામના યુવકની છરીના ઘા ઝીકી કૃર હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે બાદ તેના.મૃતદેહને પી.એમ.માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ.ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં મોડી રાત્રે મૃતકના પિતા અબ્બાસ મહમદશા રફાઇ એ કાલિકા પ્લોટ વિસ્તારના જ એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી હતી. જેમાં મૃતક યુવકને 10 વર્ષ પહેલાં આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ હતો અને તેને લઈ અગાઉ સમાધાન પણ થઈ ગયું હતું. જો કે આરોપીઓએ તેનો ખાર રાખી છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આરોપી રફીક ઉર્ફે રિયાક્ત હાજી ખુરેશી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે અને આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.